ખંભાતમાં સઘન પેટ્રોલિંગ અને ડીઆઈજીની કડક સુચના બાદ સ્થિતિ સામાન્ય
Live TV
-
સવારથી જ રાબેતા મુજબ ખુલ્યા બજારો, પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ.
ખંભાત શહેર માં થયેલ ,જૂથ અથડામણ ને લઈ ,હાલ ,શાંતિ નો માહોલ જોવા મળી રહ્યો છે.ત્રણ દિવસ ,અશાંત રહેલું ખંભાત, હાલ શાંત જોવા મળી રહ્યું છે.બજાર રાબેતા મુજબ ચાલુ થઈ ગયા છે.પોલીસ ની ટીમો ,રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે, અને તપાસ નો ,ધમ ધમાટ જોવા મળી રહ્યો છે.પોલીસે ,અસામાજિક તત્વો સામે ,કાર્યવાહી શરૂ કરી દીધી હતી.તો આ મામલે ,ગઈકાલે , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું ,કે ,આ મામલે ,સરકાર, કડક પગલા લઇ રહી છે. તેમજ ભવિષ્ય માં આવી કોઇ ઘટના ન બને ,તે માટે પણ ,સરકારે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
