Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની જગન્નાથ રથયાત્રા માટે પોલીસ વિભાગ પૂરતા બંદોબસ્ત સાથે સજ્જ

Live TV

X
  • કોરોના સંક્રમણની પરિસ્થિતિને અનુલક્ષીને ગત વર્ષે સરકાર તરફથી રથયાત્રાની મંજૂરી મળી ન હતી. આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા માટે અનેક નિયંત્રણો સાથેની મંજૂરી આપી છે. આ માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિગતવારની સૂચનાઓ બહાર પાડતો એક હુકમ કરવામાં આવ્યો છે. આ તમામ સૂચનાઓના ચુસ્ત પાલન સાથે સમગ્ર રાજ્યમાં નિયંત્રણો સાથે રથયાત્રા શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય તે માટે રાજ્ય પોલીસ વડા આશીપ ભાટિયા દ્વારા તમામ એકમોના પોલીસ વડાઓને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને જરૂરી એક્શન પ્લાન ઘડવા આદેશ આપવામાં આવેલ છે. ખાસ કરીને રથયાત્રા આયોજનમાં આયોજકો સાથે પરામર્શમાં રહીને શક્ય તેટલા નાના રૂટ ઉપર અને શક્ય તેટલા નાના સ્વરૂપે રથયાત્રા કાઢવા માટે આયોજન કરવા તમામને જણાવવામાં આવેલ છે, પરંતુ આવા આયોજનમાં સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહી જાય અને કોવિડ ગાઇડલાઇનનું પણ ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા સૂચનો આપવામાં આવેલ છે.
    રથયાત્રામાં નિયત સંખ્યા કરતાં વધુ લોકો રથયાત્રાના કોઇપણ તબક્કે એકત્ર ન થાય તે માટે જરૂરી પ્રમાણમાં પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલ છે. જેમાં સમગ્ર રાજ્યમાં ફાળવવામાં આવેલ વધારાના બંદોબસ્તની વાત કરીએ તો કેન્દ્રીય સુરક્ષા દળોની કુલ 10 કંપનીઓ રાજ્યને રથયાત્રા સંદ્રર્ભે ફાળવવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં બંદોબસ્ત માટે કુલ 33 જેટલી એસ.આર.પી.ની કંપનીઓ ફાળવવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ ફાળવેલ બંદોબસ્તમાં 4 IGP, 20 SP, 47 Dy.SP, 147 PI, 347 PSI અને 1900 કોન્સ્ટેબલ ફાળવવામાં આવેલ છે. અમદાવાદ સિવાય ભાવનગર, આણંદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા સ્થળો કે જ્યાં રથયાત્રાનું વિશેષ મહત્વ છે તેવા સ્થળોએ પણ વિશેષ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે.
    વધુમાં રથયાત્રાના દિવસે સમગ્ર રાજ્ય પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા ડી.જી.પી. દ્વારા આદેશ આપવામાં આવેલ છે. રથયાત્રા દરમ્યાન રૂટ ઉપરના જરૂરી સ્થળોએ ટ્રાફીક નિયમન અને કાર્યના પાલન માટે ડાઇવર્ઝન અને બેરીકેડીંગ અસરકારક રીતે કરવા પણ તમામને સૂચના આપવામાં આવેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply