Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં આરોગ્ય મંત્રીએ વિમાન દુર્ઘટનાના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ

Live TV

X
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બી.જે. મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદી, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષી તેમજ વિવિઘ વિભાગના ડાયરેક્ટર, ડીન, ડોક્ટર્સ, નર્સ, સ્ટુડન્ટસ્ અને દિવંગતોના પરિજનો-સગાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

    અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રાથના સભાનું આયોજન કરીને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બી.જે મેડિકલ કોલેજના ડોક્ટર્સ, સ્ટુડન્ટ તેમજ અન્ય તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 

    આ પ્રાર્થના સભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. આ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે બી.જે મેડિકલ કોલેજના કેમ્પસમાં કોલેજના મૃતક વિધાર્થીઓના સ્મૃતિમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. 

    આ પ્રાથના સભામાં આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદી, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષી, તેમજ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોના ડાયરેક્ટરશ્રી, ડીન, ડોક્ટર્સ, મેડિકલ સ્ટુડન્ટ્સ, નર્સ, મૃતકોના પરિજનો- સગાઓ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply