Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ઍલર્ટ

Live TV

X
  • ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદને પગલે રેડ, યલો અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે મંગળવારે (24 જૂન) 29 તાલુકામાં ઍલર્ટ છે, ત્યારે મહીસાગર, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

    હવામાન વિભાગની આગાહી મુજબ, આજે મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

    આવતીકાલે બુધવારે (25 જૂને) સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને ગાંધીનગર, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

    26 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ અમરેલી, ભાવનગર ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યુ છે.

    27 જૂને સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.

    28-29 જૂનના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

    30 જૂનના રોજ વલસાડ, નવસારી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply