Skip to main content
Settings Settings for Dark

સુરત જિલ્લામાં જળબંબાકાર, સરથાણાની સ્કૂલમાં પાણી ઘૂસ્યા, 87 વિદ્યાર્થીઓ સહિત 102 લોકોનું કરાયુ રેસ્ક્યુ

Live TV

X
  • રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સુરતમાં મૌસમની શરૂઆતથી જ ભારે વરસાદના લીધે કેટલીક વિસ્તારોમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. 

    સુરતના પુણા વિસ્તારમાં આવેલા સરથાણા જકાતનાકા પાસે આવેલી આદર્શ નિવાસી શાળામાં આજે મંગળવારે વહેલી સવારે ભારે વરસાદના કારણે વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જેમાં વિદ્યાર્થીઓ સહિતના લોકો પાણીમાં ફસાયા હતા. આ દરમિયાન સ્થિતિ ગંભીર બનતાં સુરત મહાનગર પાલિકા અને ફાયર વિભાગની ટીમે તરતજ સ્થળ પર દોડી પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

    આ પછી  ફાયર ટીમ દ્વારા બોટની મદદથી 87 વિદ્યાર્થીઓ અને 15 સ્ટાફ સહિત કુલ 102 લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરીને સરથાણા ગામની બીજી શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. 

    હવામાન વિભાગની આગાહી મુજબ, આજે મંગળવારે (24 જૂન) 29 તાલુકામાં ઍલર્ટ છે, ત્યારે મહીસાગર, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply