અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવા મહા અભિયાન હાથ ધરાયું
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીની સફાઈનું મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મેયર પ્રતિભાબેન જૈન દ્વારા આજે આ અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીનભાઈ તથા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા નદીમાં સફાઈ કરવામાં આવી હતી. મેયર પ્રતિભાબેન જૈન શહેરીજનોને સાબરમતી નદીની સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. તેમજ સાબરમતી નદીમાં આવતા પ્રદૂષિત પાણી અંગે તેમણે જણાવ્યું હતું કે આવનાર સમયમાં આ ગંદા પાણીનો નિકાલ કરવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવશે.