હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ હજુ પણ કમોસમી વરસાદની આગાહી
Live TV
-
ગુજરાતના હવામાનમાં પલટાની સંભાવનાઓ હવામાન વિભાગના યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તેમણે સમગ્ર રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યભરમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આખા રાજ્યમાં આજના દિવસે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં વીજળી સાથે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા જરુરી માહિતી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, આજના દિવસની વાત કરીએ તો ગુજરાત તમામ જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે થંડરસ્ટોર્મની પણ વોર્નિંગ આપવામાં આવી છે. વરસાદ થાય તે સમયે પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે.
14મી મેના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે જ્યારે 15મી મેના રોજ ગુજરાત હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે, તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 16-17 મેના રોજ ગુજરાત રિજનમાં હળવા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતાઓ નથી, ત્યાં હવામાન સૂકું રહી શકે છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાન કેવું રહેશે તે અંગે રામાશ્રય યાદવ દ્વારા માહિતી આપવામાં આવી છે. જેમાં તેઓ જણાવે છે કે, આગામી 4 દિવસ દરમિયાન તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ છે, આ પછી તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી.14 મેના દિવસે અમદાવાદ-ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જમીન સ્તર પર પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમનો પવન રહેવાની સંભવાનાઓ છે.ગુજરાતમાં વરસાદની સ્થિતિ બની છે તે અંગેનું કારણ રજૂ કરતા રામાશ્રય યાદવ જણાવે છે કે, ગુજરાત રાજ્ય પર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે રાજ્યમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવનાઓ છે.
