Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં નિર્વિઘ્ન સંપન્ન થઇ ભગવાન જગન્નાથજીની રથયાત્રા, રૂટ પરથી હટયો કરફ્યુ

Live TV

X
  • આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળી હતી. જે કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી ખુબ જ ટુંકાગાળામાં પૂર્ણ થઇ હતી. વહેલી સવારે ચાર વાગે ગૃહમત્રી અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચ્યા જ્યાં તેમણે મંગળા આરતી કરી હતી. મંગળા આરતી બાદ ભગવાનની આંખો પરથી પાટા દૂર કરાયા હતા. ત્યારબાદ રાજ્યાના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યા જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે તમામનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કર્યુ હતું.  જ્યારબાદ ભાઇ બલભદ્રને તાલધ્વજ રથમાં, બહેન સુભદ્રાને કલ્પધ્વજ રથમાં, ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બિરાજમાન કરાયા હતા. આ સમયે મંદિર પરિસર ' જય જગન્નાથ' ના નાદ સાથે ગૂંજી ઉઠ્યુ હતું.  ત્યારબાદ મુખ્યમંત્રીએ પરંપરાગત રીતે સોનાની સાવરણીથી પહિં વિધી કરી ત્રણેય રથનું વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી કે, કોરોના મહમારીથી આપણને જલદી મુક્તિ મળે... તો સાથે જ તેમણે કચ્છીઓના નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી. 

    ક્રોરોના સંક્રમણના કારણે આ વખતે પહેલી વાર કર્ફ્યુ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. સવારે સાડા સાત વાગ્યની આસપાસ જગન્નાથ મંદિરથી નીકળેલી રથયાત્રા સાડા આઠ વાગ્યાના અરસામાં સરસપુર સ્થિત ભગવાનના મોસાળ પહોંચી હતી. જ્યાં વાજતે-ગાજતે સરસપુરવાસીઓ દ્વારા ભગવાનનું સામૈયું કરવામાં આવ્યું હતું.... ત્યારબાદ ભગ્વાનના ત્રણેય રથ પરત નીજ મંદિર જવા રવાના થયા હતા. નીજમંદિર પહોંચતા જ ભક્તોએ ભગવાનનું સ્વાગત કર્યુ હતું. 

    મહત્વનું છે કે, આ વખતે ભજનમંડળી, અખાડા અને ગજરાજ વગર પહેલી વાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. જોકે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસે શ્રેષ્ઠ કામગીરી જોવા મળી હતી. રથયાત્રાના રૂટ પર ભક્તોની ભીડ એકઠી ન થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો. હતો. તો ભક્તો ઘેર બઠાં જ ભગવાનના દર્શન કરી શકે તે માટે ડીડી ગિરનાર દ્વારા અદ્યતન ટેક્નોલોજી સાથે સમગ્ર રથયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply