Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં બે દિવસીય પ્રાદેશિક નીતિ સંવાદનો પ્રારંભ: ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રોજગારી અને ટકાઉ વિકાસ પર ભાર

Live TV

X
  • અમદાવાદમાં બે દિવસીય પ્રાદેશિક નીતિ સંવાદનો પ્રારંભ: ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રોજગારી અને ટકાઉ વિકાસ પર ભાર

    ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ ખાતે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત અને સ્પર્ધાત્મક બનાવવાના હેતુથી એક ભવ્ય કાર્યક્રમની શરૂઆત થઈ છે. ભારત સરકારના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન તેમજ ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની ગરિમામય ઉપસ્થિતિમાં બે દિવસીય પ્રાદેશિક નીતિ સંવાદનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.

    આ વર્ષના પ્રાદેશિક સંવાદનો મુખ્ય વિષય ‘અનલોકિંગ વેલ્યૂ: એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા' રાખવામાં આવ્યો છે.

    વ્યૂહાત્મક સત્રો અને ટેકનોલોજીનું જીવંત પ્રદર્શન

    બે દિવસીય ઇવેન્ટ દરમિયાન ફૂડ પ્રોસેસિંગ ઇકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે વિવિધ વ્યૂહાત્મક સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્રોમાં ઉદ્યોગ સાહસિકો, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ વચ્ચે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

    આ ખાસ પ્રસંગે ભારતમાં ખાદ્યપ્રસંસ્કરણ વિષય પરના એક વ્યાપક અને વિગતવાર અભ્યાસ અહેવાલ નું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્ષેત્રમાં થઈ રહેલા નવા સંશોધનોથી લોકોને માહિતગાર કરવા માટે અદ્યતન ટેકનોલોજી અને બ્રેકથ્રૂ સોલ્યુશન્સનું એક જીવંત પ્રદર્શન પણ યોજાયું છે.

    દેશ અને ગુજરાતની પ્રગતિનું ચિત્ર

    ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન તેમજ રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે દેશ અને ગુજરાતે સાધેલી અભૂતપૂર્વ પ્રગતિનું ચિત્ર રજૂ કર્યું હતું. બંને નેતાઓએ જણાવ્યું હતું કે આ ક્ષેત્ર આગામી સમયમાં દક્ષિણ એશિયામાં રોજગારીની નવી તકો ઊભી કરવા અને ખેડૂતોની આવક બમણી કરવામાં એક મહત્વપૂર્ણ ઉદ્દીપક સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply