Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને તૈયારીઓ થઈ તેજ 

Live TV

X
  • અમદાવાદની સુપ્રસિધ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળે છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની સાથે અમદાવાદની નગરચર્યાએ નીકળે છે અને શહેરીજનો ઘરે બેઠાં દર્શન કરે છે. રથયાત્રાને લઇને અમદાવાદ મહાનગરપાલીકાના હોદ્દેદારોએ આજે જગન્નાથ મંદિર પરિસર ખાતે મહંત દિપીલ દાસજીનાં દર્શન કરીને જે રુટ પર ભગવાનની રથયાત્રા નીકળવાની છે તે રુટનું નિરીક્ષણ કર્યું હતું. અમાદાવદના મેયર કીરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતા પટેલ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશ બારોટ તથા ચુંટાયેલી પાંખના નેતા ભારસ્કર ભટ્ટ તેમજ દંડક સહિત કોર્પોરેશનના હોદ્દેદારો આ રુટ નિરીક્ષણમાં જોડાયા હતા. મેયર કીરીટ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રથયાત્રાના રુટ પર આવતાં વૃક્ષોનું ટ્રીમીંગનું કામ પુરું થયું છે તેમજ જર્જરીત મકાનોને નોટીસ આપીને ખાલી કરવામાં આવ્યાં છે અને સાફ-સફાઇથી માંડીને તમામ પ્રકારની તૈયારીઓ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply