મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઇ કેબિનેટની બેઠક
Live TV
-
રાજ્યમા હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનની સ્થિતિ અંગે સાથે જ વરસાદ ખેંચાતા ૪૦ લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારમાં થયેલા વાવેતરના સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી..જેમાં રાજ્યમા હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનની સ્થિતિ અંગે સાથે જ વરસાદ ખેંચાતા ૪૦ લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારમાં થયેલા વાવેતરના સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી..ઉપરાંત જરુરીયાત વાળા વિસ્તારોમાં નર્મદાનુ પાણી આપવુ કે કેમ તેને લઈ ચર્ચા થઈ હતી...આગામી ઓગસ્ટ મહિનામાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી ના કાર્યકાળને પાંચ વર્ષ નિમિત્તે આયોજન સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી..આજથી ખેડૂતોને વધુ બે કલાક અને કુલ ૧૦ કલાક વીજળીની પણ શરુઆત થઇ છે..
