ભારતીય તટરક્ષક દળે ગુજરાતના કચ્છમાં દરિયાકાંઠેથી નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો
Live TV
-
ભારતીય તટરક્ષક દળના હોવરક્રાફ્ટે 06 જુલાઇના રોજ દૈનિક પેટ્રોલિંગ દરમિયાન જખૌ નજીક કચ્છના દરિયાકાંઠા પરથી નાર્કોટિક ડ્રગ્સના 19 શંકાસ્પદ પેકેટ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.
ભારતીય તટરક્ષક દળના હોવરક્રાફ્ટે 06 જુલાઇના રોજ દૈનિક પેટ્રોલિંગ દરમિયાન જખૌ નજીક કચ્છના દરિયાકાંઠા પરથી નાર્કોટિક ડ્રગ્સના 19 શંકાસ્પદ પેકેટ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. અંદાજે 21.4 કિલોનો આ જથ્થો પાણીમાં તરતો મળી આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં આ માદકદ્રવ્ય હાશિશ/ગાંજો હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેનું આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્ય 32 લાખ રૂપિયા છે. ભારતીય તટરક્ષક દળે અન્ય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ સાથે વિચારવિમર્શ કરીને આ વિસ્તારોમાં સર્વેલન્સના પ્રયાસોમાં વધારો કર્યો છે જેથી આવા છુપા અથવા આ વિસ્તારમાં પાણીમાં તરીને કાંઠે આવતા કોઇપણ કન્સાઇન્મેન્ટની સંભાવનાઓ ઓછી કરી શકાય. જપ્ત કરાયેલા પેકેટ્સ સમુદ્રી પોલીસને સોંપવામાં આવ્યા છે.
