અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા, AI ડ્રોનથી રખાઈ રહી છે નજર
Live TV
-
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પ્રસ્થાન પહેલા પ્રથમ વખત ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઑફ ઓનર. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની જોવા મળી ભીડ.. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે 4 વાગ્યે મંગળા આરતી કરી.રથયાત્રા દરમિયાન 18 શણગારેલા ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટેબ્લો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડવાજા સાથે રથયાત્રા યોજાઈ.
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા કરવામાં આવેલી મંગળા આરતીમાં ભક્તોને આપવમાં આવ્યો મીઢા ખીચડાનો પ્રસાદ. 6000 કિલો ખીચડાનો ભક્તોને અપાયો પ્રસાદ. સવારે 7 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી,,, CMએ સોસાનાના સાવરણાથી કચરોવાળી રથને કરાવ્યું પ્રસ્થાન. 2500 જેટલા સાધુ સંતો રથ યાત્રમાં જોડાયા,.1000થી 1200 જેટલા ખલાસી ભાઈઓએ ખેંચ્યો રથ.
જગન્નાથ મંદિરમાં ભાગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ત્યાર બાદ ભાઈ બલભદ્રનો રખાયો રથ. CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ.
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં સુરક્ષા માટે પોલીસે AI ટેકનોલોજીની લીધી મદદ. AI ડ્રોનથી રખાઈ નજર. AI ડ્રોનની રેન્જનાં વિસ્તારમાં કેટલા લોકો ઉભા છે તેની AI ડ્રોન આપે છે માહિતી. આ સાથે કોઈ વ્યક્તિની ઓળખ કરવી હોય તો તે પણ સરળતાથી થઈ શકે છે.
ભગવાના જગન્નાથની રથયાત્રામાં પોલીસનો જોવા મળ્યો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત. કોઈ અનઈચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ કર્મીઓ ખડે પગે જોવા મળ્યા. ભગવાનાના રથ પહોંચે તે પહેલા લોકોએ સ્વયંભૂ રસ્તાઓ ધોયા. ભગવાનની રથયાત્રાને લઈને લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ.
