Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં રોબોટિક રથયાત્રા : ટેક્નોલોજી અને ભક્તિનો અનોખો મેળાપ

Live TV

X
  • આજે અષાઢી બીજ છે ત્યારે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

    વડોદરામાં આજની પવિત્ર અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રોબો રથયાત્રા ભક્તિભાવ અને હર્ષૌલ્લાસ સાથે યોજાઈ હતી .શહેરના યુવા જય મકવાણાના ઉત્સાહભર્યા પ્રયાસથી સતત 12મા વર્ષે આ અનોખી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજી અને સંસ્કૃતિના સમન્વય રૂપે, મોબાઈલ ઓપરેટેડ રોબોટિક રથ પર ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા મહારાણી અને સુદર્શનજી બિરાજમાન થયા. જય મકવાણાના નિવાસસ્થાનેથી શરૂ થયેલી યાત્રામાં તેમના પરિવારજનો, શ્રદ્ધાળુઓ અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. યાત્રા દરમિયાન ભક્તોએ નૃત્ય અને કીર્તન સેવા દ્વારા પ્રભુને અર્પણ અર્પણ કરી. ભગવાન ત્રણ કાષ્ઠના રથમાં આરૂઢ થઈ ભક્તોને આશીર્વાદ આપવા નીકળ્યા હતા, જેમાં રોબોટિક સાધનોના સહારે રથને નિયંત્રિત કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply