અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં 23 હજારથી વધુ સુરક્ષા કર્મી રહેશે તહેનાત
Live TV
-
અમદાવાદમાં 7મી જુલાઈએ યોજાનારી ભવ્ય રથયાત્રા માટે રાજ્યની પોલીસ સજજ છે. જેમાં કુલ 23 હજાર 600 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. સાથે જ ચેતક કમાન્ડોની 3 ટીમ તૈનાત રહેશે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, શહેરની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ સ્ટાફ ઉપરાંત 17 વર્જ, 07 વોટર કેનન વરૂણ અને 15 સ્નીફર ડોગ પણ સુરક્ષા કાફલામાં સામેલ રહેશે. ગુરુવારે અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક શાહીબાગ ખાતે અમદાવાદ શહેર પોલીસના ડીસીપી, જેસીપી, એસીપી, અને પીઆઇ - પીએસઆઇ કક્ષાના તમામ અધિકારીઓને આગામી રથયાત્રા સંદર્ભમાં બંદોબસ્ત બાબતે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.