અમદાવાદમાં ભાજપાના ટોચના નેતાઓએ કરી મકર સંક્રાંતિનું પર્વની ઉજવણી
Live TV
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી તેમજ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે સાથે રહી પતંગ ચગાવી આનંદ માણ્યો
સમગ્ર દેશમાં મકર સંક્રાંતિનું પર્વ ઉજવાઇ રહ્યું છે ત્યારે આજે અમદાવાદમાં વાડજ વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્ક ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી તેમજ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે સાથે રહી પતંગ ચગાવી આનંદ માણ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ ભાજપના ધારાસભ્યો તથા યુવા મોરચાના સભ્યોએ પણ પતંગબાજી કરી હર્ષોલ્લાસ સાથે ઉતરાયણનો આનંદ માણ્યો હતો.
