આર્થિક આધાર પર અનામતનો અમલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
Live TV
-
આ બીલની મંજૂરી બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સામાજિક સમરસતા દાખવતા આજથી લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જે દેશમાં અનામત પ્રથા લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે
કેન્દ્ર સરકારે 10 ટકા આર્થિક અનામત બીલની જાહેરાત કરી હતી. આ બીલની મંજૂરી બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સામાજિક સમરસતા દાખવતા આજથી લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જે દેશમાં અનામત પ્રથા લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જેમાં 14 જાન્યુઆરી પછી રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અને સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયામાં 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગને લાભ મળશે. નોંધનીય છે કે, સરકારી નોકરીઓની જાહેરાત કરવામાં આવી છે, પણ ભર્તી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી તેવા સંજોગામાં લાભ મળશે. પણ 14 જાન્યુઆરી પહેલા જે સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા કે પ્રિલીમરી પરીક્ષા અથવા ભર્તી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે તેમાં 10 ટકા આર્થિક અનામાતનો લાભ મળશે નહી. આ જાહેરાતની અસર વર્તમાન 49 ટકાના ક્વોટામાં પડશે નહી. તો બીજી તરફ જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે 20 જાન્યુઆરી કે ત્યારબાદ જે પરીક્ષાઓ જીપીએસસી દ્વારા લેવાવાની છે, તે હાલ પૂરતી મુલત્વી રાખવામાં આવી છે. અને નવી અનામત નીતિ હેઠળ તેમાં ભરતી કરવામાં આવશે.
