રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આ વર્ષની ડોક્ટર હેગડેવારની જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી
Live TV
-
સમગ્ર વર્ષ દરમ્યાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિવિધ સામાજિક કાર્ય કરવામાં આવ્યું છે. ઉત્તરાયણના તહેવારમાં જ્યારે દાનનો અનોખો મહિમા છે,
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આ વર્ષની ડોક્ટર હેગડેવારની જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે. સમગ્ર વર્ષ દરમ્યાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિવિધ સામાજિક કાર્ય કરવામાં આવ્યું છે. ઉત્તરાયણના તહેવારમાં જ્યારે દાનનો અનોખો મહિમા છે, ત્યારે અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તા દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે દાન એકત્ર કરવામાં આવ્યું હતું. એકત્ર થનારી રકમ છેવાડાના જરૂરિયાત મંદ માનવી સુધી પહોંચાડવામાં આવશે. સંઘ દ્વારા કુદરતી આફત જેવી વિવિધ પરિસ્થિતિમાં સંઘના કાર્યકર્તાઓ સામાજિક ફરજ સમજીને લોકોની મદદ કરતા હોય છે, ત્યારે સંઘના કાર્ય દ્વારા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કરવામાં આવેલ કાર્યોમાં લોકોએ દાન આપીને સંઘના કાર્યને બિરદાવ્યું હતું
