Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં યોજાનાર IND-PAK વર્લ્ડ કપ મેચને લઈને ગુજરાત પોલીસ સતર્ક

Live TV

X
  • મેચમાં 6000 પોલીસકર્મી બંદોબસ્ત તૈનાત રહેશે સાથે NSG, NDRF, RAF સહિતની ટીમો વ્યવસ્થામાં જોડાઈ.

    ક્રિકેટ માટેના મોટા તહેવાર સમાન વર્લ્ડ કપને લઈને ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં પણ આવતીકાલે ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપના જંગ માટે મેદાનમાં ઉતરશે. આ મેચ અમદાવાદને આંગણે યોજાવા જઇ રહ્યો હોવાથી અમદાવાદમાં હાલ અલગ જ માહોલ જોવા મળે છે.  

    બીજી તરફ સુરક્ષાને ધ્યાને લઇ ગાંધીનગરમાં ભારત - પાકિસ્તાનની મેચને પગલે DGP વિકાસ સહાયએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને ગુજરાત પોલીસ તરફથી તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. કાયદા અને વ્યવસ્થાને ધ્યાને લઈને સ્ટેડિયમમાં ટ્રાફીક ટીમ દ્વારા અસામાજીક તત્વો પર વોચ રખાશે. અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે સુરક્ષા રખાઈ છે. માત્ર સ્ટેડિયમ જ નહીં પરંતુ સ્ટેડિયમ બહાર પણ પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાશે.

    તેઓએ વધુમાં કહ્યું કે, આ મેચમાં 6000 પોલીસકર્મી બંદોબસ્ત તૈનાત રહેશે સાથે NSG, NDRF, RAF સહિતની ટીમો વ્યવસ્થામાં જોડાઈ છે. મેચ દરમિયાન ટ્રાફીક વ્યવસ્થા કરાઈ છે. તથા ટ્રાફિકને અગવડતા ન પડે તે માટે પ્રેક્ષકો મેટ્રોનો વધારે ઉપયોગ કરે તેવી વિનંતી છે. ખાનગી વાહનો માટે વ્યવસ્થા રાખવામાં આવી છે. લોકોને અસામાજીક તત્ત્વો માટે બોગસ ટીકીટની બાબતોને ધ્યાને લઈ સતર્ક કરાયા છે.  તેમજ મેચ દરમિયાન ક્રાઈમ બ્રાંચ, ATSની ટીમ પણ એક એક મુવમેન્ટ પર સતત નજર રાખશે. વધુમાં બાતમીના આધારે  પણ કામગીરી કરવામાં આવશે. વધુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં વોચ રાખવા જણાવાયું છે.

    અમદાવાદ શહેર અને ગુજરાત પોલીસ તરફથી તમામ વ્યવસ્થા કરાઈ ચૂકી છે. સાથે જ વિજય સરધસની પરવાનગી સ્થાનિક પોલીસ નક્કી કરશે. આવતીકાલે મેચ રાત્રે 10 કે 10:30 કલાકે પૂર્ણ થવાની હોવાથી આવતીકાલે રાત્રે 8 વાગ્યા પછી પોલીસ એલર્ટ થઈ જશે. એટલું જ નહીં રાજ્યમાં તમામ પોલીસકર્મી અને એસઆરપીને સતર્ક રખાશે.  અંતમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ દાવો કર્યો હતો કે, મેચનું પરિણામ જે આવે તે ગુજરાત પોલીસ સતર્ક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply