Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સુધારા

Live TV

X
  • વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા વિદ્યાર્થી ઇચ્છે તેટલા વિષયોની પુનઃપરીક્ષા આપી શકશે.

    નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન-જુલાઇ મહિનામાં યોજાશે.

    ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા વિદ્યાર્થી ઇચ્છે તેટલા વિષયોની પુનઃપરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષાામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે તે ગ્રાહ્ય રાખવામાં આવશે.

    આ ઉપરાંત  ​ધોરણ 10માં  અનુર્તીણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયના બદલે હવે ત્રણ વિષયોની પુરક પરીક્ષા આપી શકશે. આવી જ રીતે  ​ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અનુર્તીણ થયેલા વિદ્યાર્થીઓ એક વિષયના બદલે હવેથી બે વિષયની પુરક પરીક્ષા આપી શકશે. ​ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ 20%થી વધારી 30% અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80%ના બદલે 70% કરવામાં આવશે. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24થી કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply