કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 14 અને 15 ઑક્ટોબરે ગુજરાત પ્રવાસે
Live TV
-
કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 14 અને 15 ઑક્ટોબરે ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદમાં એસ. જી. હાઇવે પર આવેલા ફન બ્લાસ્ટમાં 14 ઑક્ટોબરે આંગણવાડીના બાળકો માટેનો મનોરંજન પ્રવાસ કાર્યક્રમ યોજાશે. જેમાં તેઓ વિશેષ ઉપસ્થિતિ આપશે.
ઉપરાંત તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનારી વન-ડે વર્લ્ડ કપ મેચ જોવા પણ જશે. ત્યારબાદ કેન્દ્રિય ગૃહમંત્રી 15 ઑક્ટોબરે અમદાવાદ અને ગાંધીનગર ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
આ દિવસે સૌથી પહેલા તેઓ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જિતેન્દ્ર પટેલના જનસંપર્ક કાર્યક્રમના ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનના કાર્યાલયને ખુલ્લુ મુકશે.
અહીંથી તેઓ ગાંધીનગરમાં પ્રાથમિક શાળામાં શહીદ સ્મારકનું લોકાર્પણ કરશે. ત્યારપછી માણસામાં કુળદેવી બહુચર માતાજીના મંદિરમાં દર્શન અને આરતી કરશે અને ત્યારબાદ ઉનાવામાં મહાકાળી યુવક મંડળે યોજેલા શેરી ગરબામાં ઉપસ્થિત રહેશે. તેઓ સેક્ટર 11માં રામકથા મેદાન ખાતે આયોજિત કેસરિયા ગરબા નવરાત્રિ 2023 કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.
