Skip to main content
Settings Settings for Dark

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર: 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન યોજાશે પરીક્ષા

Live TV

X
  •  રાજ્યમાં ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાનું સમયપત્રક જાહેર થઈ ગયું છે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાશે. ધોરણ 10ની પરીક્ષા સવારે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે લેવાશે.

    બીજી તરફ ધોરણ 12 પછી લેવામાં આવતી ગુજકેટ એટલે કે, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે. આ પરીક્ષા હવે 2 એપ્રિલ 2024ના રોજ લેવાશે. પરીક્ષાના પ્રશ્નપત્ર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણ ભાષામાં હશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને પેરામેડિકલ શાખાઓમાં જવા માટે ગુજકેટની પરીક્ષા મહત્વની હોય છે.

    ગુજકેટમાં ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ તારીખ જાહેર કરતાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply