અમદાવાદમાં શંકાસ્પદ ગતિવિધિઓને લઈને પોલીસ દ્વારા હાથ ધરાયું કોમ્બિંગ
Live TV
-
વેજલપુર,જુહાપુરા, ફતેહવાડીમાં કરાયું ચેકીંગ
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. શહેરમાં હાલ અલગ-અલગ જગ્યાએ કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખાસ જુહાપુરા વિસ્તારમાં સિનિયર IPS અધિકારીઓની સાથે પોલીસની ટીમ કોમ્બિંગ કરવા પહોંચી હતી..
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુર્જર અને ત્રણ જેટલા DCP તેમજ 400થી વધુનો પોલીસ કાફલો અમદાવાદ શહેરમાં સરપ્રાઈઝ કોમ્બિંગ કરવા માટે નીકળ્યા હતા. જેમાં જુહાપુરા વેજલપુર વિસ્તારમાં થોડા સમય પહેલા કેટલાક ગુનેગારોએ જાહેરમાં તમાશો કર્યો હતો અને તેને પણ પોલીસે કડક હાથે દાબી દીધો હતો પરંતુ, હવે આગામી સમયમાં કોઈ પણ ગુનેગાર માથું ન ઊંચકે અને સામાન્ય લોકો સરળતાથી પોતાનો રોજિંદા કામ કરી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.