Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી આજે રાજકોટ મહાનગરપાલિકાના 793 કરોડના વિવિધ વિકાસકામોનું કરશે લોકાર્પણ-ખાતમુર્હુત

Live TV

X
  • રાજકોટમાં તૈયાર થનાર ઉમિયા માતાજીના મંદિરનું પણ કરશે ખાતમુહૂર્ત

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે છે. જ્યાં તેઓ મનપાનાં કુલ 793 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુર્હુત કરશે. તેમજ બપોરે 12 કલાકે રેસકોર્સ ખાતે યોજાનારા કાર્યક્રમમાં નવા રિંગ રોડ પર સ્માર્ટ સિટીમાં બનેલા અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિત 569 કરોડના 4 પ્રકલ્પોના ઉદ્ઘાટન અને 224 કરોડના 56 પ્રકલ્પના ખાતમુર્હુત કરશે. આ ઉપરાંત 1.5 બીએચકેના 1010 આવાસનો ડ્રો, રૂડાના 210 આવાસના ડ્રો, શહેરમાં વધુ 22 સીએનજી બસ, ડ્રેનેજ માટે વસાવવામાં આવેલા 7 નવા જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવશે. તેમજ રાજકોટની ભાગોળે બનનાર ઉમિયા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીનાં હસ્તે થશે.

    રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી 569.19 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા 224.26 કરોડના જુદા જુદા 56 પ્રકલ્પોના ખાતમુહૂર્ત તેમજ રાજકોટ મનપા “પ્રધાનમંત્રી આવાસ યોજના” અંતર્ગત નિર્માણાધિન 1.5 BHKના 1010 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના EWS-2 કેટેગરીના ખાલી 210 આવાસનો ડ્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. જે

    રાજકોટના જશવંતપુરમાં ન્યારી નદી કાંઠે કડવા પાટીદાર સમાજ કુળદેવી ઉમિયા માતાજીનાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જોકે, આ મંદિર નિર્માણના બીજ વર્ષ 2011માં શ્રી પટેલ સેવા સમાજના એક કાર્યક્રમમાં વડિલો એકત્ર થયા ત્યારે જ રોપાયા હતા. આ સમયે માત્ર મંદિરના નિર્માણનો વિચાર કરાયો હતો. ત્યારબાદ વર્ષ 2016માં જમીનની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે, આ ખાનગી નહીં પરંતુ સરકારી જમીન હોવાથી કાનૂની પ્રક્રિયામાં સમય લાગ્યો હતો. અને હવે 2024માં જમીનનો કબ્જો મળતા મંદિર નિર્માણની કામગીરી આગળ વધારવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-02-2025 Max Temp : °C Min Temp : °C
apply