અમદાવાદમાં શહેરનું પ્રથમ 'વૃક્ષ સાથે સંકલિત' ગ્રીન બસ શેલ્ટર શરૂ
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી વિસ્તારના આચેર AMTS સ્ટેશન ખાતે શહેરનું પ્રથમ વૃક્ષ સાથે સંકલિત ગ્રીન બસ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યું છે.
વૃક્ષનું સંરક્ષણ વર્ષો જૂના પરિપક્વ વૃક્ષને કાપવાને બદલે તેને ડિઝાઇનનું કેન્દ્રસ્થાન બનાવી મુસાફરો માટે કુદરતી છાંયાની વ્યવસ્થા કરવામાં આવી છે.પ્રાકૃતિક હરિયાળી શેલ્ટરની છત પર વર્નોનિયા એલિપ્ટિકા ક્લાઇમ્બર છોડ ફેલાવવામાં આવશે, જે સમય જતાં છતને હરિયાળીથી ઢાંકી દેશે.ટકાઉ મટેરિયલ ડ્યુઅલ-લેયર રૂફ, પાવડર-કોટેડ માઈલ્ડ સ્ટીલ કોલમ અને એર્ગોનોમિક એચ.પી.એલ બેન્ચનો ઉપયોગ કરાયો છે.પર્યાવરણલક્ષી અભિગમ C&D વેસ્ટમાંથી બનાવેલા રિસાયકલ પેવર બ્લોક્સ, એલઈડી લાઇટિંગ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને આધુનિક સાઇનેજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.આ અનન્ય મોડેલ ભવિષ્યમાં શહેરના અન્ય જાહેર પરિવહન સ્થળો માટે પર્યાવરણમૈત્રી અને આરામદાયક સુવિધા પૂરું પાડવામાં પ્રેરણારૂપ બનશે.
