દાહોદ: માછાણનાળા અને કાળી ડેમ-2 ની સ્થિતિ અંગે અધિકારીઓની સ્થળ મુલાકાત
Live TV
-
જિલ્લામાં ચાલુ ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જળાશયોની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે માછાણનાળા ડેમ તથા કાળી ડેમ-૨ ની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
માછાણનાળા ડેમની મુલાકાત દરમિયાન એસ.ડી.આર.એફ.ના એ.એસ.આઈ. જ્યંતિ બી. વણકર, ઝાલોદના નાયબ મામલતદાર (પૂર) એસ. એસ. નિનામા અને જિલ્લા પ્રોજેક્ટ અધિકારી (DPO) શ્રી જયેશકુમાર જી. લુહાર ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ ડેમની સ્થિતિ, પાણીની આવક-જાવક અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.તદ્ઉપરાંત, કાળી ડેમ-2 ની મુલાકાત વેળાએ જ્યંતિ બી. વણકર, ગોવિંદ ગુરુ લીમડીના નાયબ મામલતદાર (પૂર)એ. એસ. ચારેલ અને ડી.પી.ઓ.જયેશકુમાર જી. લુહાર હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાવચેતી અને સતત મોનિટરિંગ જાળવી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડેમો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
