Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ૧૪ સ્થળોને કલ્સટર ક્વોરન્ટાઇન હેઠળ સીલ કરવામાં આવ્યા

Live TV

X
  • અમદાવાદ શહેરને કોવિડ-૧૯માં હોટ સ્પોટ જાહેર કરાયુ છે ત્યારે અમદાવાદમાં કોરોના પોટીઝીવનો આંક ૮૫ સુધી પહોંચતા મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ વિભાગ સતર્ક થઇ ગયા છે. અને સંયુક્ત રીતે શહેરમાં કામગીરી કરી રહ્યા છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યુ હતું કે હાલ અમદાવાદમાં ૧૪ સ્થળોને કલ્સટર ક્વોરન્ટાઇન હેઠળ સીલ કરવામાં આવ્યા છે. અને ત્યાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો સીસીટીવી અને ડ્રોનની મારફતે પણ ગુના નોંધવામાં આવ્યા છે. જ્યારે સોશિયલ મિડીયામાં ખોટી માહિતી ફેલાવવાના નોંધાયેલા એક કેસમાં પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે. તો અમદાવાદ મ્યુનિસપલ તંત્ર સાથે મળીને પોલીસ વિભાગ ડ્રોનની મદદથી સેનીટાઇઝેશનની તેમજ પબ્લીક એનાઉન્સમેન્ટની કામગીરી કરી રહી છે. અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે મહાનગર પાલિકા તમામ પ્રયત્નો કરી રહી છે. અમદાવાદના કોટ વિસ્તારને બુધવારથી બફર ઝોન જાહેર કરવાની સાથે કોટ વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ તથા ફ્રુટ માર્કેટને પણ વધુ પડતી ભીડ થવાના કારણે અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવ્યા છે. સાથે જ લાલદરવાજાથી આશ્રમ રોડને જોડતો નહેરુ બ્રિજ પર પણ ખાનગી વાહનોની અવર જવર અટકાવવામાં આવી છે. તેમજ મોટા પ્રમાણમાં શંકાસ્પદ વ્યક્તિઓના આરોગ્યની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ બફર ઝોન ના સ્થળ પરથી અમારા સંવાદદાતા દેવશી વારોતરીયાએ જાત માહિતી મેળવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply