Skip to main content
Settings Settings for Dark

લોક ડાઉનની કડક અમલવારી માટે પોલીસ વધુ સઘન પ્રયાસો કરશે

Live TV

X
  • જે વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ છે અને ક્લસ્ટર કવોરંટાઈન કરાયું

    રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોક ડાઉનના બાકીના સાત દિવસો દરમિયાન પણ લોક ડાઉનની કડક અમલવારી માટે પોલીસ વધુ સઘન પ્રયાસો કરશે. તેમણે કહ્યું હતું કે રાજ્યના નાગરિકોએ અત્યાર સુધી જેવો સંયમ રાખ્યો છે એવો જ સંયમ રાખીને પોલસને સહયોગ આપે તે જરૂરી છે. લોક ડાઉન દરમિયાન પોલીસ વિભાગ દ્વારા કરાયેલ કામગીરીની મીડિયા ને વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ છે અને ક્લસ્ટર કવોરંટાઈન કરાયું છે. ત્યાં લોક ડાઉનનો વધુ કડકાઇથી અમલ કરાશે. આ વિસ્તારોમાં S.R.P, C.I.D, ક્રાઇમ વિવિધ પોલીસ સંસ્થાઓ, એન્ટી કરપ્શન બ્યુરોના, અધિકારી-કર્મચારીઓને ફાળવી દેવાયા છે. જેમાં વધારાના ૧૩ DYSP, ૧૦૨ P.I, ૫૧ P.S.I અને ૩૯૭ A.S.I થી કોન્સ્ટેબલ કક્ષાના પોલીસકર્મીઓ સહિત S.R.P ફોર્સને પણ તૈનાત કરી દેવાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply