અમદાવાદમાં 16 ફેબ્રુઆરીથી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ યોજાશે
Live TV
-
એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા 16 ફેબ્રુઆરી થી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ ની 19મી આવૃત્તિનું આયોજન અમદાવાદ માં કરશે. 15 ફેબ્રુઆરીએ યોજાનાર ઉદ્ઘાટન સમારોહ માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ યોજાનાર ત્રણ દિવસીય કાર્યક્રમ માં 615 જિલ્લામાંથી 5,558 ખેલાડીઓએ ભાગ લીધો છે.
આ સ્પર્ધા અંડર 14 અને અંડર 16 છોકરાઓ અને છોકરીઓના જૂથોમાં યોજાશે. આ સ્પર્ધા દેશના દૂરના વિસ્તારોના યુવાનોને એક મોટા પ્લેટફોર્મ પર તેમની ક્ષમતા દર્શાવવાની તક આપશે. આ પ્રસંગે વર્લ્ડ એથ્લેટિક્સના કિડ્સ એથ્લેટિક્સ મેનેજર કેથરિન ઓ'સુલિવાન, દક્ષિણ અમેરિકાના એરિયા પ્રેસિડેન્ટ હેલિયો ગેસ્ટા ડી મેલો ,ઓસેનિયાના મેમ્બર કાઉન્સિલ ઓફ વર્લ્ડ એથ્લેટિકસ રોબિન સપોંગ યુજેનિયો અને અંજુ બોબી જ્યોર્જ સહિત અનેક અગ્રણી ખેલાડીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
