Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિએ રાજચંદ્ર મિશન કેન્દ્ર ખાતે જૈન ધર્મના યોગદાનની પ્રશંસા કરી

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માનસિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરતી આપણી વર્ષો જૂની આધ્યાત્મિકતાને યાદ કરવાનો આ સમય હોવાનું જણાવ્યું છે. આજે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સંવાદિતાની સંસ્કૃતિ વારસામાં આપે છે અને સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે. 

    જ્યારે અન્ય દેશો વિસ્તરણવાદી હતા ત્યારે ભારતે માનવતાની સુધારણા માટે કામ કર્યું હતું તેમ જણાવતા મુર્મુએ  બદલાતા સમય સાથે આપણે આપણા આધ્યાત્મિક વારસાથી દૂર જઈ રહ્યા છીએ અને ભૌતિક સુખોને મહત્વ આપી રહ્યા હોવાનું કહ્યું હતું. રાષ્ટ્રપતિએ આધ્યાત્મિકતાના આપણા વારસાને સમજવા અને તેનું જતન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

    તેમણે સમાજમાં જૈન સંતો અને જૈન ધર્મના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેઓ ધરમપુર ખાતે રાજ્યના ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથોના સભ્યો સાથે વાર્તાલાપ કરશે. અગાઉ રાષ્ટ્રપતિએ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ખાતે પવિત્ર સ્થળોના દર્શન કર્યા હતા, અને સત્સંગ અને ધ્યાન સંકુલ રાજ સભાગૃહનું ઉદઘાટન કર્યું હતું. રાજચંદ્ર મિશન દ્વારા કામ કરતી સ્થાનિક મહિલાઓએ બનાવેલા વિવિધ કલાકૃતિના આભૂષણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને આપશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને ધરમપુર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply