Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં DGPના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, રેલવે વિસ્તારમાં મુસાફરોની સુરક્ષા અંગે કરી સમીક્ષા

Live TV

X
  • પશ્ચિમ રેલવે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગુના નિયંત્રણ અર્થે સી.આઇ.ડી. ક્રાઇમ & રેલવેઝના ડીજીપી ડો. કે. એલ. એન. રાવના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે પશ્ચિમ રેલવે માટે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ક્રાઇમ કોન્ફરન્સમાં ટ્રેન અને રેલવે સ્ટેશનો પર થતી ચોરી, લૂંટફાટ અને પોકેટમારી જેવી ઘટનાઓ અટકાવવા માટે કડક કાર્યવાહી કરવા તથા રેલવે સ્ટેશનો, ટ્રેનમાં પોલીસ બંદોબસ્ત તથા નિયમિત પેટ્રોલિંગમાં વધારો કરવા સૂચના આપવામાં આવી. મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુખદ અને સુરક્ષિત મુસાફરી માટે સુરક્ષાત્મક પગલાં લેવા જણાવાયું છે. 

    ડો. રાવે ગુનાઓની ઝડપી ફરિયાદ અને ઉકેલ માટે e-FIR પ્રક્રિયાની વિગતવાર સમીક્ષા કરી હતી. સમગ્ર રેલવે સ્ટેશન પરિસરમાં CCTV સર્વેલન્સ અને ટેકનોલોજી આધારિત મોનીટરીંગ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.  

    આ ઉપરાંત તપાસ ક્ષમતા વધારવા માટે ‘સુદર્શન’ , ‘ગાંડીવ’ અને NATGRID- નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ જેવા આધુનિક સોફ્ટવેર/ટૂલ્સની ઉપયોગીતા અંગે કોન્ફરન્સમાં વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.

    નશીલા પદાર્થો સામેની ઝુંબેશ અંગે વધુ કડકાઈથી પગલાં લેવા ક્રાઈમ કોન્ફરન્સમાં સૂચના અપાઈ છે. જેમાં રેલવે માર્ગો દ્વારા થતી નશીલા પદાર્થોની હેરફેર રોકવા માટે શંકાસ્પદ મુસાફરો અને સામાનનું સઘન ચેકિંગ, ડ્રગ્સની સપ્લાય ચેઇન મૂળમાંથી તોડવા માટે નેટવર્કના મૂળ સુધી તપાસ લંબાવવા અને આંતરરાજ્ય ગેંગ્સ સામે સંકલિત સ્પેશિયલ ઓપરેશન્સ ચલાવવા નિર્દેશ અપાયા છે. 

    ક્રાઇમ કોન્ફરન્સમાં રેલવે પ્રશાસન અને અધિકારીઓ સાથે યોગ્ય સંકલન જાળવીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખવા પણ સૂચના આપવામાં આવી છે. 

    શું છે ગાંડીવા અને સુદર્શન ટુલ્સ
    ગાંડીવા અને સુદર્શન એ ભારતના નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ (NATGRID)માં તૈનાત અદ્યતન AI અને ડેટા એનાલિટિક્સ ટૂલ્સ છે જે રાષ્ટ્રીય સુરક્ષાને વધારવા અને ગુનાઓ અને આતંકવાદની તપાસમાં કાયદા અમલીકરણ એજન્સીઓને મદદ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

    ગાંડીવા  
    આ AI-સંચાલિત વિશ્લેષણાત્મક એન્જિન એન્ટિટી રિઝોલ્યુશન, ફેશિયલ રેકગ્નિશન અને મલ્ટી-સોર્સ ડેટા ક્રોસ-મેચિંગ કરે છે. 20 થી વધુ મહત્વપૂર્ણ જાહેર ડેટાબેઝ જેમ કે ઇમિગ્રેશન અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરમાંથી ડેટા મેળવીને, ગાંડીવા ફક્ત ફોટો અથવા નામનો ઉપયોગ કરીને ખંડિત રેકોર્ડને લિંક કરી શકે છે, શંકાસ્પદ વર્તન ઓળખી શકે છે અને ઓળખ ચકાસી શકે છે.

    સુદર્શન 
    આ NATGRID દ્વારા વિકસિત એક અત્યાધુનિક વિશ્લેષણ અને ઍક્સેસ પ્લેટફોર્મ છે. તે અધિકૃત કાયદા અમલીકરણ અને સુરક્ષા અધિકારીઓને ધમકી મૂલ્યાંકન માટે વ્યાપક ડેટાસેટ્સ શોધવા, પૂછપરછ કરવા અને તેનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે એક સાહજિક ઇન્ટરફેસ પ્રદાન કરે છે.  આ ઉપરાંત સુદર્શનનો ઉપયોગ સોશિયલ મીડિયા મોનિટરિંગ અને OSINT કલેક્શન માટે પણ કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
apply