અમદાવાદમાં ICAI ખાતે નેશનલ CA દિવસની ઉજવણી કરવામાં આવી
Live TV
-
1 જુલાઈ, 1949 ના રોજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાની રચનાની ઉજવણી કરવા માટે નેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ ઉજવવામાં આવે છે.
I.C.A.I. અમદાવાદ બ્રાન્ચ દ્વારા નેશનલ સી.એ.દિવસના અવસરે સીએ હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 જુલાઈ, 1949 ના રોજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાની રચનાની ઉજવણી કરવા માટે નેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ ઉજવવામાં આવે છે. I.C.A.I.એ ભારતના નાણાકીય ઓડિટ અને એકાઉન્ટિંગ વ્યવસાય માટે એકમાત્ર પરવાનો ધરાવતી અને નિયમનકારી સંસ્થા છે. C.A. દિવસની સાથે અમદાવાદ બ્રાન્ચની 60મી વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અમદાવાદની બ્રાન્ચનાં તમામ ચેરમેનની સાથો સાથ સી.એ અને તેમના પરિવારજનો જોડાયા હતા. કાર્યક્રમમાં ડાન્સ, ઝુમ્બા, તંબાટા, ફ્લેશ મોબ, કીક બોક્સિંગ, ગેમ્સ, વોલ પેન્ટિંગ, જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
