અમદાવાદ અસારવામાં આવેલી શાળામાં શહીદ ગોપાલસિંહ ભદોરીયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
Live TV
-
અનાવરણ કાર્યક્રમમાં વિસ્તારના શહીદ થયેલા જવાનોના પરિવારજનોનું પણ સાલ ઓઢાડીને ગૃહમંત્રીએ સન્માન કર્યું
અમદાવાદમાં આજે અસારવામાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા નંબર 19 અને 20માં વીર શહીદ ગોપાલસિંહ ભદોરીયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. ગોપાલસિંહ ભદોરીયા પોતાની ફરજ દરમિયાન આતંકવાદીઓના હુમલામાં શહીદ થયા હતા ત્યારે તેમના માનમાં અસારવામાં આજે તેમની પ્રતિમાનું ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સંબોધતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહીદો પ્રત્યે સન્માનનો આ કાર્યક્રમ આવકારદાયક છે અને બીજી પણ કોર્પોરેશન હસ્તક શાળાઓમાં શહીદોની પ્રતિમા મુકાય તે જરૂરી છે કાર્યક્રમમાં આ વિસ્તારના શહીદ થયેલા જવાનોના પરિવારજનોનું પણ સાલ ઓઢાડીને ગૃહમંત્રીએ સન્માન કર્યું. કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ સિંહ પરમાર મેયર કિરીટ પરમાર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
