અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.એ સાણંદના શેલા અને તેલાવ ગામની લીધી મુલાકાત
Live TV
-
અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.એ સાણંદ તાલુકાના શેલા અને તેલાવ ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરે બંને ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ પ્રજાકીય કાર્યોની સમીક્ષા કરી હતી.
પ્રવીણા ડી.કે.એ શેલા ગામે તૈયાર થઈ રહેલા અમૃત સરોવરની મુલાકાત લઈ કામગીરીની પણ સમીક્ષા કરી હતી તથા ત્યાં હાજર સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યાં હતા. તો શેલા અને તેલાવ ગામ ખાતે ખાસ ગૌચર જમીન અને સરકારી પડતર જમીનની જાળવણી બાબતે લેવાયેલ પગલાંની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કલેકટરે ત્યાં હાજર અધિકારી-પદાધિકારીઓ સાથે પંચાયત કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે અને સ્થાનિક પ્રશ્નો વિશે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં ગામોમાં સ્વચ્છતા બાબતે પર પણ ભાર મૂક્યો હતો.
