યાત્રાધામ શામળાજીમાં જેઠમાસની પૂર્ણિમાના દિવસે ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર
Live TV
-
યાત્રાધામ શામળાજીમાં જેઠમાસની પૂર્ણિમાના દિવસે ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર
આજે જેઠમાસની પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું. ભગવાન શામળાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા. આ ખાસ અવસરે ભગવાનને સોનાના આભૂષણનો શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તો શામળિયાની શણગાર આરતીનો લાભ લઇને ધન્ય બન્યા હતા. મહત્વનું છે કે પૃષ્ટિ સંપ્રદાય મંદિરોમાં પૂર્ણિમાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે મંદિર પરિસરમાં ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે રાજોપચાર પૂજા પણ કરવામાં આવી હતી.
