અમદાવાદ કોર્પોરેશને બોપલવાસીઓને આપી મોટી રાહત, ડમ્પિગ સાઈટ પર કચરાના નિકાલની કામગીરી શરુ
Live TV
-
બાયોમાઈનીંગ પધ્ધતિથી નિકાલ કરવા અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની પ્રોજેક્ટ સાઈટ પર પુરજોશમાં ચાલી રહ્યુ છે કાર્ય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોપલ-ઘુમા નગરપાલિકાનો સમાવેશ થયા બાદ સૌથી મોટુ અને વણઉકેલાયેલું કામ હવે હાથ પર લીધુ છે..બોપલમાં ઈસરોને અડીને આવેલ ડમ્પિગ સાઈટ આખરે હટાવાશે...હાલમાં ડમ્પિગ સાઈટ ખાતે ટ્રોમેલ મશીન અને જેસીબી મશીનથી કચરાના ઢગલાને પ્રોસેસિંગ કરી નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે.જેથી બે મહિના સુધીમાં ડમ્પિગ સાઈટની સમગ્ર જગ્યા ખુલ્લી કરી દેવામાં આવશે.. અને તમામ કચરાનો નિકાલ કરી દેવામાં આવશે...અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ડમ્પ સાઈટ પર છેલ્લા એક સપ્તાહથી કામ ચાલી રહ્યુ છે..ડમ્પિગ સાઈટને અડીને આવેલ 50 જેટલી સોસાયટીઓ અને ઈસરો જેવી સંસ્થા આવેલી છે..જેથી કચરાના કારણે લોકોને પડતી હાડમારી દૂર થતા લોકોએ પણ ખૂબ આનંદ વ્યક્ત કર્યો છે..આ અંગે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે પણ કોર્પોરેશનમાં જરુરી પગલા ભરવા રજૂઆત કરી હતી...હવે ડમ્પ સાઈટ ખુલ્લી થવાના કારણે બોપલવાસીઓને ગંદકીથી મોટી રાહત મળી ગઈ છે..
થોડા દિવસ પહેલા જ અમદાવાદના મેયર બિજલબેન પટેલના હસ્તે અદ્યતન બાયોમાઈનીંગ પદ્ધતિથી નિકાલ કરવા માટેની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ અને હેલ્થ અને સો.વે.મે.કમિટી ચેરમેન પરેશ પટેલ અને અન્ય મહાનુભાવો તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં ડાયરેક્ટર હર્ષદરાય સોલંકી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બોપલ-ઘુમા નગરપાલિકાની ડમ્પ સાઈટનાં નિકાલ માટેની આ કામગીરી પિરાણા ડમ્પ સાઈટ બાયોમાઈનીંગ પ્રોજેક્ટની પધ્ધતિ મુજબ જ કરવામાં આવનાર છે.ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ટ્રોમેલ મશીન અને જેસીબી મશીન પ્રોજેક્ટ સાઈટ પર લવાયા છે..અને કચરાના નિકાલની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે..
બોપલ ડમ્પિગ સાઈટ અંગે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ કે બોપલ વિસ્તાર ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં આવતો હોવાથી મને ઈસરો તરફથી પણ અગાઉ રજૂઆત મળી હતી..તેમજ સ્થાનિકો લોકો અને નજીકમાં આવેલી શાળા દ્વારા ડમ્પિગ સાઈટ હટાવવામાં આવે તેવી માંગણી હતી..જેથી બોપલ વિસ્તાર કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયા પછી તુરંત કાર્યવાહી થાય તે માટે મે પણ સતત પ્રયાસો કર્યા હતા..અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્વરિત ધોરણે જે કામગીરી કરી ડમ્પિગ સાઈટ હટાવવા કાર્યવાહી કરી છે તેનાથી બોપલ-ઘુમાના હજારો લોકોને મોટી રાહત મળવાની છે..
