Skip to main content
Settings Settings for Dark

ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને 10 કલાક વીજળી અપાશે, ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની જાહેરાત

Live TV

X
  • આગામી ૭મી ઑગસ્ટથી ખેડૂતોને મળશે લાભ, ખેડૂતોના ઉભા પાકને બચાવવામાં રાહત, આર્થિક નુકસાન ભોગવવુ પડશે નહી

    ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી નિર્ણય લઈ કપરાકાળમા ખેડૂતોના પડખે ઉભી રહી છે ત્યારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજય સરકારે કર્યો છે ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આગામી ૭મી ઑગસ્ટથી દશ કલાક વીજળી અપાશે.

    ઉર્જામંત્રી શ્રી પટેલે ઉમેર્યુ કે, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમા વરસાદ ખેચાતા આ વિસ્તારના ખેડૂતો દ્વારા રજૂઆતો મળી હતી. આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ આ ખેડૂતલક્ષી નિર્ણય કરાયો છે.

    મંત્રી શ્રી એ કહ્યુ કે, રાજયના ખેડૂતો ને અત્યારે આઠ કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે પરંતું ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ખેચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે આ વિસ્તારના ખેડૂતો ને હવે આઠ કલાક ના બદલે દશ કલાક વીજળી આપવામાં આવશે જેનાથી ખેડૂતોનો પાક બચશે અને આર્થિક નુકસાન સહન કરવુ પડશે નહી તેમ તેમણે ઉમેર્યુ હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply