Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં

Live TV

X
  • ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે સરસપુર ખાતે ભગવાન જગન્નાથનું મામેરૂ કરવામાં આવ્યું હતું. મામેરામાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી, રંગે-ચંગે મામેરાના વધામણાં કર્યા હતા. ભક્તોનાં ઘોડાપૂર વચ્ચે સમગ્ર માહોલમાં જય જગન્નાથ, જય રણછોડનાં નારા ગુંજી ઉઠ્યા હતા.

    ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભગવાન મોસાળમાં મહેમાનગતિ માણી રહ્યા છે અને ભક્તો તેમને લાડ લડાવી રહ્યા છે. ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરું દર્શનાર્થે મુકવામાં આવ્યું હતું...જેઠ વદ એકાદશીના દિવસે મામેરાનાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યાં હતા..ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે અષાઢી બીજે રથ પર આરૂઢ થઈ જગન્નાથ મંદિરથી મોસાળ આવશે..જ્યાં તેમને મામેરું અર્પણ કરવામાં આવશે..ત્યારે મામેરામાં ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રને વાઘા, સોનાનો ઢોળ ચડાવેલો દોઢ કિલોનો હાર, સોનાની ૩ વીંટી અને દોરા જ્યારે બહેન સુભદ્રાને ચુની, બુટ્ટી, નથણી, પાયલ, સોના ચાંદીના અન્ય દાગીના, સાડી, પાર્વતી શણગારની વસ્તુઓ આપવામાં આવશે..ત્યારે હાલ આ લાણેલા મામેરાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

    ભગવાન મોસાળમાં હોય તે દરમિયાન પખવાડિયા સુધી નિજ મંદિરમાં વિગ્રહના સ્થાને ભગવાનની તસવીર મુકાય છે. ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં ઉત્સાહ-ઉમંગનો માહોલ છે અને મામેરાનો પ્રસંગ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. ભગવાનના તમામ શણગાર સાથેનું મામેરું ભક્તો જોવા ઉમટ્યા હતા...ઉલ્લેખનીય છે કે, મામેરું રથયાત્રામાં વિશેષ મહત્વ ધરાવે છે, અને તે કરવા માટે ભક્તો વર્ષો સુધી રાહ જુએ છે. હાલ મામેરું કરવા માટે અંદાજે 18 વર્ષનું વેઈટિંગ ચાલી રહ્યું છે. ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને વહીવટી તંત્ર તેમજ મંદિર તરફથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળી દર્શન આપશે જેને લઈને હાલ શહેરીજનો થનગની રહ્યા છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply