અમદાવાદ ચૂંટણી સુરક્ષા: પોલીસ કમિશનર જી.એસ. મલિક એક્શન મોડમાં
Live TV
-
અમદાવાદ ચૂંટણી સુરક્ષા: પોલીસ કમિશનર જી.એસ. મલિક એક્શન મોડમાં
અમદાવાદમાં આગામી ચૂંટણીઓના શાંતિપૂર્ણ આયોજન માટે શહેર પોલીસ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી તૈયાર કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ. મલિક પોતે સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને ગ્રાઉન્ડ લેવલની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે.
કમિશનર જી.એસ. મલિકે અસારવા વિસ્તારમાં આવેલી ગુજરાતી શાળા નંબર 18ની મુલાકાત લીધી હતી, જે સંવેદનશીલ મતદાન મથકો પૈકીનું એક છે. શહેરમાં કુલ 419 બિલ્ડિંગને સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે, જ્યાં ખાસ નજર રાખવામાં આવશે.
ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 8,000 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો,7 સીઆરપીએફ (CRPF) ની કંપનીઓ તૈનાત રહેશે:
તંત્રની સજ્જતા
પોલીસ દ્વારા હાલ શહેરમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. અસારવા જેવા ગીચ અને સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનરે રૂબરૂ જઈને સ્થાનિક અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે.
આ સુરક્ષા વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારો કોઈપણ ડર વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે.
