આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક ખાતે પેટા ચૂંટણી માટે મતદાન
Live TV
-
આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક ખાતે પેટા ચૂંટણી માટે મતદાન
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે પેટાચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સવારે 9 વાગ્યા સુધીમાં અહીં 10 ટકા મતદાન થયું છે. ઉમરેઠ બેઠક ઉપર ભાજપના હર્ષદભાઈ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠ વિધાનસભાની બેઠક ઉપરથી સતત 2 વખત ભાજપને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગોવિંદભાઈ પરમારના આકસ્મિક અવસાન થયા બાદ આ બેઠક ખાલી પડી હતી.અને ભાજપે ગોવિંદભાઇના પુત્રને જ ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ઉમરેઠમાં 306 મતદાન મથકો ખાતે પેટાચૂંટણી માટે કુલ 2 કરોડ, 45 લાખ ,623 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.પેટાચૂંટણીનું કારણ
ઉમરેઠ બેઠક પરથી સતત બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપના દિગ્ગજ નેતા ગોવિંદભાઈ પરમારનું આકસ્મિક અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. ભાજપે સહાનુભૂતિ અને તેમના કાર્યને ધ્યાનમાં રાખીને તેમના પુત્ર હર્ષદભાઈ પરમારને જ મેદાનમાં ઉતાર્યા છે.
ઉમેદવારે કર્યું મતદાન
ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે વહેલી સવારે પોતાના મતદાન મથક પર જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકોને પણ મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી.
