અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પોષણ માસની ઉજવણી કરાઈ
Live TV
-
અમદાવાદ જિલ્લા પંચાયતના આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા વિરમગામના ભોજવા, દસક્રોઈના નાંદેજ 2 અને માંડલના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યકમ અંતર્ગત વિવિધ ખાદ્ય જૂથોની આવશ્યકતાની સમજ, વિવિધ આહાર જૂથની સમજ, વિવિધ ખાદ્ય જૂથની સમજ આપેલ, તેના ફાયદા વિશે અને તેમાંથી મળતા પોષક તત્વો,વિટામીન વગેરેની સમજ, પોષ્ટિક પૂરક ખોરાકની વાનગીઓ રાંધવાની સમજ તથા વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું.
સાતમા રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ ઉજવણીમાં આઈસીડીએસ વિભાગના બાળ વિકાસ યોજના દ્વારા રાષ્ટ્રીય પોષણ અભિયાનની પાંચ થીમ આધારીત જાણકારી આપવામાં આવેલ તેમજ વરસાદી સિઝનમાં સુપાચ્ય હોય તેવા સ્થાનિક ખોરાકને રોજિંદા જીવનમાં અપનાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ કૃષિ વિજ્ઞાનના નિષ્ણાંત દ્વારા લોકોને શું ખાવું? કેવું ખાવું? તેમજ મિલેટના ફાયદા વિશે અને ઘરે જ કિચન ગાર્ડન બનાવવા અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મિલેટસ અને ટી એચ આર તેમજ શાકભાજી અને કઠોળનો ઉપયોગ કરી રંગોળી નિદર્શન તેમજ સલાડ ડેકોરેશન અને વાનગી નિદર્શન કરી લોકોને પોષણના મહત્વની જાણકારી આપવામાં આવી. ઉપરાંત વર્કરબહેનો દ્વારા સ્વચ્છતાના પાંચ સ્ટેપની અભિનય દ્વારા પ્રસ્તુતી તેમજ કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરી આવેલ લાભાર્થીઓને અલ્પાહાર કરાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય સેવિકા બહેનો, તેડાગર બહેનો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
