Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દાસ્તાન ફાર્મ ખાતે યોજાયો

Live TV

X
  • પાલીવાલે વધુમાં જણાવ્યું હતું કે ભારત 'વસુધૈવ કુટુંબકમ્' જેવી શ્રેષ્ઠ ભાવના ધરાવતો દેશ છે‌. વિશ્વ કલ્યાણના ધ્યેય સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં યોગ દિવસનો પ્રસ્તાવ રજૂ કર્યો અને સમગ્ર વિશ્વમાં તે સ્વીકાર પામ્યો છે. યોગ દિવસની ઉજવણી શરૂ થયા પછી દુનિયાભરમાં લાખો-કરોડો લોકો યોગ માટે પ્રેરિત થઈને સ્વસ્થ જીવનશૈલી તરફ વળ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.

    અમદાવાદ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અમદાવાદના નરોડામાં આવેલા વિન્ટેજ વિલેજ કાર મ્યુઝિયમ, દાસ્તાન ફાર્મ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ, સાંસદ હસમુખભાઈ પટેલ અને કલેક્ટર ભવ્ય વર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં સંબોધનોનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ મહાનુભાવોના વર્ચ્યુઅલ સંબોધનોને સાંભળ્યાં હતાં. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલે જણાવ્યું હતું કે સ્વસ્થ, સંસ્કારી અને સમૃદ્ધ ગુજરાતના સંકલ્પને યોગના માધ્યમથી સાકાર કરી શકીશું. સર્વાંગી વિકાસ માટે યોગ મહત્ત્વપૂર્ણ છે. સમાજમાં યોગ માટે જાગૃતિ જરૂરી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

    પાલીવાલે વધુમાં જણાવ્યું હતું કે ભારત 'વસુધૈવ કુટુંબકમ્' જેવી શ્રેષ્ઠ ભાવના ધરાવતો દેશ છે‌. વિશ્વ કલ્યાણના ધ્યેય સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં યોગ દિવસનો પ્રસ્તાવ રજૂ કર્યો અને સમગ્ર વિશ્વમાં તે સ્વીકાર પામ્યો છે. યોગ દિવસની ઉજવણી શરૂ થયા પછી દુનિયાભરમાં લાખો-કરોડો લોકો યોગ માટે પ્રેરિત થઈને સ્વસ્થ જીવનશૈલી તરફ વળ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.

    પાલીવાલે વધુમાં જણાવ્યું હતું કે આપણી ભારતીય સંસ્કૃતિ 'સર્વે સન્તુ નિરામયા'માં માને છે. ભારતીય જ્ઞાન પરંપરા વૈશ્વિક દૃષ્ટિ ધરાવે છે. નાગરિક સ્વસ્થ હશે તો જ સમાજ અને રાષ્ટ્ર સ્વસ્થ બનશે અને સમૃદ્ધિ વધારશે અને એ રીતે વિશ્વ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થશે. વિકસિત ભારતના નિર્માણ માટે સ્વસ્થ અને વિકસિત ગુજરાત બનાવવું પડશે, આ ધ્યેય માટે દરેકે પોતાના રોજિંદા જીવનમાં યોગ અપનાવવો જોઈએ, એવો તેમણે અનુરોધ કર્યો હતો.

    આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, રેન્જ આઈજી  રાઘવેન્દ્ર વત્સ, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર, દસ્ક્રોઈ પ્રાંત અધિકારી એમ. વી. દેસાઈ, જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર પ્રફુલ્લ સાવલિયા સહિત જિલ્લાના અધિકારીઓ -કર્મચારીઓ,ઇસ્કોન મંદિરના સંતો, શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply