Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને રાય યુનિવર્સિટી વચ્ચે થયા મતદાર જાગૃતિ અંગેના MoU

Live TV

X
  • આજનો યુવાન એ આવતીકાલનો જવાબદાર નાગરિક છે. યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા ફર્સ્ટ ટાઇમ વોટર અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત રાય યુનિવર્સિટી સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગિતા અંગે MoU કરવામાં આવ્યા છે.

    આગામી દિવસોમાં રાય યુનિવર્સિટીના તમામ વિભાગોમાં 'મતદાન જાગૃતિ'ના કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ MoU અંતર્ગત રાય યુનિવર્સિટીના યુવાનોમાં મતદાન પર્વના મહત્ત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ સૌ યુવાનોએ અચૂક મતદાનના શપથ લીધા હતા. આ પ્રસંગે રાય યુનિવર્સિટીના ડૉ. શૈલેષ ઐયર તથા પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં યુવાનોને લોકશાહીના મહાપર્વમાં જાગૃત નાગરિક તરીકે સહભાગી થવા માટે આહ્વાન કરાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply