Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટીમાં 'મતદાન જાગૃતિ' કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 'મતદાન જાગૃતિ' અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. 

    આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના 'મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન' અને 'કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી' માં 'મતદાન જાગૃતિ' અંગેનો કાર્યક્રમ યોજાયા હતો. જ્યાં યુવાનોમાં મતદાન પર્વના મહત્ત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. 

    યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ખાસ તો, બંને સંસ્થાનોમાં ઉપસ્થિત ફર્સ્ટ ટાઇમ વોટર બનનારા સૌ યુવાનોએ દેશહિતમાં અચૂક મતદાનના શપથ લીધા હતા.  ઉપસ્થિત સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં 'મતદાન જાગૃતિ'ના કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply