મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી સાળંગપુર ધજા પ્રસ્થાન કરાવી, આરતીમાં થયા સહભાગી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉસ્માનપુરાની વિદ્યાનગર સોસાયટી વિભાગ 2 ખાતેથી છેલ્લા 25 વર્ષથી સાળંગપુર હનુમાન મંદિર માટે પગપાળા સંઘનું આયોજન થતું હોય છે. પગપાળા સંઘના ધ્વજ પૂજન વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને આરતી કરી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પગપાળા સંઘ દ્વારા 25 વર્ષથી સાળંગપુર મંદિરે ધજા ચઢાવવામાં આવે છે. પગપાળા સંઘમાં 120 ભક્તો ધજા લઈને સાળંગપુર જશે. 65 ભક્તો પગપાળા પહોંચશે જયારે અન્ય લોકો વાહનો મારફતે સાળંગપુર પહોંચશે.
