અમદાવાદ ઝોન-7 પોલીસનું મેગા સરપ્રાઈઝ ચેકિંગ: સીપી અનુપમસિંહ ગહલૌત સાહેબના જાહેરનામા હેઠળ કડક નાકાબંધી
Live TV
-
અમદાવાદ શહેરના માનનીય પોલીસ કમિશનર (CP) અનુપમસિંહ ગહલૌત સાહેબ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામાના કડક અમલ માટે શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.
આ અંતર્ગત ઝોન-7 ના માનનીય ડી.સી.પી શિવમ વર્મા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન-7 માં આવતા તમામ પોલીસ સ્ટેશનના મુખ્ય પોઈન્ટ્સ પર મોડી રાત્રે કડક નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ઝોન-7 માં આવતા તમામ પોલીસ સ્ટેશનો જેવા કે, સેટેલાઈટ પોલીસ સ્ટેશન, બોડકદેવ પોલીસ સ્ટેશન, આનંદનગર પોલીસ સ્ટેશન, સરખેજ પોલીસ સ્ટેશન, પાલડી પોલીસ સ્ટેશન અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પોતપોતાના વિસ્તારના મેઈન પોઈન્ટ્સ પર નાકાબંધી કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છેવિશેષ કરી ને બોડકદેવ પોલીસ સ્ટેશનના પી.આઈ સંદીપ ખાંભલા સાહેબના કુશળ માર્ગદર્શન હેઠળ બોડકદેવ પોલીસ સ્ટાફ દ્વારા ફિલ્ડમાં ઉતરીને પ્રશંસાપાત્ર કામગીરી કરવામાં આવી છે.
સમગ્ર ડ્રાઈવની મુખ્ય કામગીરી:ઝોન-7 માં હાઈ-એલર્ટ ચેકિંગ: સેટેલાઈટ, બોડકદેવ, આનંદનગર, સરખેજ, પાલડી અને એલિસબ્રિજ વિસ્તારના મુખ્ય ચાર રસ્તાઓ અને સંવેદનશીલ પોઈન્ટ્સ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નાકાબંધી કરાઈ.કાળા કાચ (બ્લેક ફિલ્મ) સામે લાલ આંખ: જાહેરનામાના ભંગ બદલ કાળા કાચ વાળી ગાડીઓને રોકી, સ્થળ પર જ વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતરાવવામાં આવી હતી અને ધારાધોરણ મુજબ કાયદેસરનો દંડ વસૂલ કરાયો હતો.વાહનચાલકોની કડક પૂછપરછ: રાત્રિ દરમિયાન રસ્તા પરથી પસાર થતા તમામ વાહનચાલકોને રોકીને તેઓ 'ક્યાંથી આવે છે અને ક્યાં જવાના છે' તેની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓને સુરક્ષાનું સૂચન: ચેકિંગ દરમિયાન મોડી રાત્રે બહાર ફરતા સ્ટુડન્ટ્સ (વિદ્યાર્થીઓ)ને રોકીને આટલી મોડી રાત્રે વિના કારણે બહાર ન ફરવા અને પોતાની સુરક્ષા તેમજ અભ્યાસ પર ધ્યાન આપવા માટે સમજાવટભર્યું હકારાત્મક સૂચન આપવામાં આવ્યું હતું.ડી.સી.પી શિવમ વર્મા સાહેબની આગેવાનીમાં ઝોન-7 ના તમામ પોલીસ સ્ટેશનો અને આનંદનગર પીઆઈ આર. એસ. પરમાર સાહેબના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી આ કાયદાકીય અને નમ્રતાપૂર્ણ કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે. આ પ્રકારની સતત કામગીરીથી શહેરમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ વધુ મજબૂત બનશે.
