અમદાવાદ: દાણીલીમડામાં સંકલ્પ યાત્રા યોજાઈ, લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓના લાભ આપવામાં આવ્યા
Live TV
-
આ કાર્યક્રમમાં અનેક લાભાર્થીઓને સરકારની જુદી જુદી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં દાણીલીમડામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અનેક લાભાર્થીઓને સરકારની જુદી જુદી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આયુષ્માન કાર્ડ પીએમ સંનિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે 17થી વધુ સરકારની યોજનાઓના લાભ લોકોને એક જ જગ્યાએથી આપવામાં આવી રહ્યા છે, જેથી હવે એક જ જગ્યાએથી કામ થઈ રહ્યા છે.
અમદાવાદ પશ્ચિમના સંસદ સભ્ય ડૉ.કિરીટ સોલંકી, મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જુદી જુદી યોજના અંતર્ગત લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણીલીમડા શાળા નંબર 3ના બાળકોએ સ્વાગત ગીત અને સ્વચ્છતા ગીતો દ્વારા લોકોને આકર્ષ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનનો સંદેશ આપતી ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી ત્યારબાદ શપથ લીધા હતા અને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં દાણીલીમડા વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.