લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના સંરક્ષણ માટે "રાષ્ટ્રીય પક્ષી દિવસ"ની ઊજવણી
Live TV
-
ગુજરાતમાં પક્ષીઓ માટે 23 અભયારણ્યો અને ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો કાર્યરત છે.
સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા તથા પક્ષીઓને બચાવવાના અભિયાન તરીકે દર વર્ષે 5 જાન્યુઆરીના રોજ "રાષ્ટ્રીય પક્ષી દિવસ" ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પક્ષીઓ માટે નળ સરોવર, ગાગા, ખીજડીયા, પોરબંદર, હિંગોળગઢ, વઢવાણ, થોળ, શુલપાણેશ્વર સાહિતના 23 અભયારણ્યો અને ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો કાર્યરત કરાયા છે. રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે. જે અંતર્ગત "વન સાથે જન" જોડીને લુપ્ત થવાના આરે પહોંચેલા ચકલી, સુગરી, મેના, મોર અને પોપટ જેવા પક્ષીઓમાં વૃદ્ધિ થઈ રહી છે.
પક્ષી બચાવવા માટે રાજ્ય સરકારના અભિયાનો પૈકીનાં કરૂણા અભિયાન થકી દરેક જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, જે પશુ પક્ષીઓની સારવાર કરે છે. ઉતરાયણ પર્વે રાજ્યભરમાં પક્ષી નિદાન કેન્દ્રો તથા કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.