Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે IAS અભિનવ ચંદ્રાની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂંક

Live TV

X
  • ગુજરાતમાં આગામી 7 મેના રોજ યોજાવાનું છે મતદાન. જેને લઈને રાજ્યના ચૂંટણી વિભાગ દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ પૂર્વ સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા ચૂંટણી નિરિક્ષક તરીકે IAS અધિકારી અભિનવ ચંદ્રાની નિમણૂંક કરી છે. 

    લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને અમદાવાદ(પૂર્વ) સંસદીય મતવિભાગને લગતી ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈ પણ સમસ્યા હોય તો તેઓ ચૂંટણી નિરીક્ષક અભિનવ ચંદ્રાને મળીને નિરાકરણ મેળવી શકે છે. 

    ચૂંટણી નિરીક્ષકને રૂમ નં-201, સર્કિટ હાઉસ, એનેક્ષી, શાહીબાગ, અમદાવાદ ખાતે સાંજના 4થી 6 વાગ્યા દરમિયાન મળી શકાશે, જેની જાહેર જનતા તથા ઉમેદવારોએ નોંધ લેવા સંસદીય મતવિભાગના ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply