Skip to main content
Settings Settings for Dark

હીટવેવમાં પશુધનનું રાખો ખાસ ધ્યાન, પશુપાલકો અને ખેડૂતોએ લેવી વિશેષ કાળજી

Live TV

X
  • ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુ-પક્ષીઓને લૂથી બચાવવા તથા પશુપાલકો તેમજ ખેડૂતો પાકના રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે

    ખેડૂતો શું પગલા લઈ શકે ?

    ખેડૂતોએ ઉભા પાકને હળવું તેમજ વારવાર સિંચન કરવું જોઈએ
    પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો
    નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો
    વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો
    હીટવેવ કે ફૂંકાતા પવન વાળા વિસ્તારમાં સ્પ્રિન્ક્લરથી સિંચાઈ કરો

    પશુપાલકોએ શું ધ્યાન રાખવું ?

    પશુઓને છાયડામાં રાખો 
    પશુઓને શુદ્ધ અને ઠંડું પાણી પુરતા પ્રમાણમાં આપો
     તેમની પાસેથી સવારના 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી કામ ન લો
    પશુઓના રહેઠાણનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાસની ગંજીથી ઢાંકો, અથવા સફેદ રંગથી રંગો
    પશુ રહેઠાણમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો, 
    વધુ ગરમી હોય તેવા સંજોગોમાં પશુઓ ઉપર પાણીનો છંટકાવ કરો 
    પશુઓને પૂરતું પાણી મળી રહે તેની વ્યવસ્થા કરો
    આહારમાં પશુઓને લીલો ચારો વધુ માત્રામાં આપો
    પૌષ્ટિક, સુપાચ્ય અને સંતુલિત આહાર આપો
    પશુ આહારમાં  ખનીજદ્રવ્ય (મિનરલ મિક્ષ્ચર)નો સમાવેશ કરો
    સવાર અને સાંજના સમયે જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે ચરાવવા લઈ જાઓ
    મરઘા ઉછેર કેંદ્રમાં પડદા લગાવો અને હવા ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply